દરેક પેટ્રોલપંપ પર આટલી સુવિધા મફત મેળવવાનો અધિકાર છે.

આપણે બે-ત્રણ દિવસે એકાદ વખત તો પેટ્રોલપંપ પર ફરજીયાત જતા જ હોઈશું પણ પેટ્રોલપંપ પર અમુક સુવિધાઓ ફરજીયાત આપવાનો સરકારી નિયમ છે જે આપણામાંથી લગભગ કોઈ જાણતું નહિ હોય. પેટ્રોલપંપનું લાયસન્સ મળે એ સાથે જ અમુક સુવિધાઓ મફતમાં પુરી પાડવાની શરતો પણ હોય છે.

ભારતમાં આશરે 43,000 કરતા પણ વધુ પેટ્રોલપંપ છે જેમાં મુખ્યત્વે HPCL, IOCL, BPCL, રિલાયન્સ, એસ્સાર, અદાણી જેવી અનેક કંપનીઓ પેટ્રોલપંપ ધરાવે છે. આ તમામ પેટ્રોલપંપ પર સરકારે નિયત કરેલી સુવિધાઓ મફતમાં મેળવવાનો અધિકાર છે. વિશેષમાં મફતની સુવિધા મેળવવા માટે વ્યક્તિએ પેટ્રોલપંપના ગ્રાહક હોવું જરૂરી નથી. આ મફત સુવિધા ઉપયોગ કરવા માટે પંપ પરથી પેટ્રોલ કે ડીઝલ ખરીદવું જરૂરી નથી, તમે એમ જ ફ્રિ સુવિધાનો ઉપયોગ કરી શકો છો.

  1. હવા : તમારા વાહનમાં હવા ભરવા માટે તેમજ વાહનના ટાયરમાં હવાનું દબાણ ચેક કરવા માટેની સુવિધા મફતમાં ઉપલબ્ધ પુરી પાડવાની રહે છે.
  2. પાણી : પીવાનું શુદ્ધ ફિલ્ટર પાણી પૂરું પાડવાની જવાબદારી પેટ્રોલપંપની છે.
  3. ફર્સ્ટ એઈડ : કોઈ અકસ્માત, ઈજા કે અન્ય સંજોમાં તાત્કાલિક સારવાર મળી રહે તે સારૂ પેટ્રોલપંપ ઉપર પ્રાથમિક સારવાર પેટી હોવી જરૂરી છે.
  4. સંડાસ : મુસાફરોને સ્વચ્છ અને પાણીની સુવિધાયુક્ત સંડાસ તેમજ મુતરડીની સુવિધા પુરી પાડવાની રહે છે.
  5. ડિસપ્લે : પેટ્રોલપંપ કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી ખુલો રહેશે તેમજ પેટ્રોલ, ડીઝલના ભાવ દર્શાવતું મોટું બોર્ડ કે હોર્ડિંગ લગાવવાનું ફરજિયાત હોય છે જેથી મુસાફર/ગ્રાહક ફ્યુઅલના ભાવ જાણી શકે.
  6. ફોન નંબર : પેટ્રોલપંપ ઉપર પોલીસ સ્ટેશન, ફાયર સ્ટેશન, એમ્બ્યુલન્સ, તેમજ ઈમરજન્સી કોન્ટેકટ નંબર લખેલું બોર્ડ હોવું જોઈએ, ફરિયાદ કોને કરવી તે અંગેના નંબર પણ લખેલ હોવા જોઈએ.
  7. ક્વોલિટી (ગુણવત્તા) ચેક : ગ્રાહકને ઇંધણની ગુણવત્તા ચેક કરવાનો અધિકાર છે. જેમાં પેટ્રોલ માટે “ફિલ્ટર પેપર” ચેક કરવાનો તેમજ ડિઝલ તેમજ અન્ય ઈંધણ માટે “ડેનસિટી ટેસ્ટ” કરવાની સુવિધા ઉપલબ્ધ કરવાની રહે.
  8. ક્વોન્ટિટી (માપ) ચેક : પેટ્રોલપંપ પર આપવામાં આવતા ઈંધણનું માપ પૂરતુંછે કે તેમાં કોઈ છેતરપિંડી થાય છે તે ચેક કરવાનો અધિકાર છે.
  9. કેશ મેમો (બિલ) : ગ્રાહકે પેટ્રોલપંપ ઉપર બિલ મેળવવાનો અધિકાર છે. બિલ આપવાની ના પાડી શકે નહિ.
  10. ફરિયાદપોથી : પેટ્રોલપંપ પર આ સૌથી અગત્યની બાબત છે. ગ્રાહકને કોઈપણ બાબતે અસુવિધા કે અસંતોષ હોય તો ગ્રાહકને ફરિયાદ પોથીમાં ફરિયાદ કરવાનો અધિકાર પ્રાપ્ત થયેલ છે.
  11. ફ્રી ફોન કોલ : પેટ્રોલપંપ પરથી કોઈ અકસ્માત કે ઇમરજન્સીના કિસ્સામાં મફત કોલ કરવા દેવાની સુવિધા આપવી જરૂરી છે.

પેટ્રોલપંપ પર આ તમામ સુવિધા મફત આપવી જરૂરી છે, જો સુવિધા પુરી પાડવાની ના પાડે તો તેના વિરુદ્ધ ફરિયાદ કરી શકાય છે. આ સિવાય પેટ્રોલપંપ બાબતે કોઈ ફરિયાદ હોય અને સક્ષમ સતાધિકારીને ફરિયાદ કર્યા પછી કે ફરિયાદબુકમાં નોંધ કર્યા પછી પણ સોલ્યુશન ન આવે તો ભારત સરકારના પબ્લિક ફરિયાદ વિભાગને https://pgportal.gov.in/ ઓનલાઈન ફરિયાદ કરી શકો છો.

અત્રે ઉલ્લેખનીય છે કે અધિકારની વાત કરતી વખતે આપણે આપણી ફરજો પ્રત્યે પણ ધ્યાન આપવું જોઈએ જેમાં ઈંધણ ભરાવતી વખતે ગાડીનું એન્જીન બંધ રાખવું જોઈએ, મોબાઈલનો વપરાશ ટાળવો જોઈએ, બીડી-સિગરેટ સહિત ધુમ્રપાન કરવું જોઈએ નહિ, હંમેશા વાહનમાંથી નીચે ઉતરીને જ ઈંધણ ભરાવવું, તેમજ પ્લાસ્ટિકના કેરબા કે બોટલમાં ઈંધણ લેવું જોઈએ નહિ.

કોઈપણ વ્યક્તિ /વેબસાઈટ/ફેસબુક યુઝરે અમારી લેખિત મંજુરી વગર આ આર્ટિકલ કોપી કરવો નહી તેમજ ક્રેડીટ આપીને પણ પોતાના પેજ કે વેબસાઈટ ઉપર પબ્લિશ કરવો નહી. લેખિત મંજુરી વગર કોપી કરનાર સામે ફરીયાદ થઈ શકે છે.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Bole Gujarat