ખાનગી ટ્યુશન ક્લાસ અંગે સુપ્રિમ કોર્ટમાં જાહેરહિતની અરજી થઈ, જાણો અત્યંત રસપ્રદ બાબતો

તાજેતરમાં સુરતમાં ટ્યુશન ક્લાસમાં બનેલી જીવલેણ ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. ગુજરાત સરકારે ટ્યુશન કલાસિસ ઉપર કાયદાનો કોરડો વિંઝ્યો છે. સરકારના અંધેરી નગરીને ગંડુ રાજા જેવા નિર્ણયના કારણે એક તરફ વિદ્યાર્થીઓનુ ભવિષ્ય જોખમાયુ છે, બીજી બાજુ ટ્યુશન સંચાલકો અને ત્યા નોકરી કરતા કર્મચારીના રોજગારીનો પ્રશ્ન ઉભો થયો છે, એ સિવાય એનઓસી મેળવવા માટે સરકારી બાબુઓના એજન્ટો સક્રિય થયા છે અને ફાયર સેફ્ટીના સાધનો વેચવાવાળાએ કાળાબજાર કરીને ડબલ ભાવે વેચવાનું ચાલુ કર્યુ છે. આવા માહોલ વચ્ચે દિલ્લીના એક વકિલે સુપ્રિમ કોર્ટમાં જાહેરહિતની અરજી કરી છે.

કોણ છે અરજદાર?

દિલ્લી કોર્ટમાં પ્રેક્ટિસ કરતા પવનપ્રકાશ પાઠક નામના એક વકિલે બંધારણની કલમ – ૩૨થી મળેલા જાહેરહિતની અરજી કરવાના અધિકાર અંતર્ગત નામદાર સુપ્રિમ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે જેમા તેણે ભારત સરકાર વતી માનવ સંસાધન અને વિકાસ મંત્રાલયના સચિવ તેમજ શહેરી રહેઠાણ વિભાગના સચિવને પક્ષકાર બનાવ્યા છે. આ અરજીમાં અરજદાર પવનપ્રકાશ પાઠક દ્વારા નામદાર સુપ્રિમ કોર્ટને અરજ કરવામાં આવી છે કે, દેશના  વિદ્યાર્થીઓના હિતમાં કોચિંગ ઈન્સ્ટીટ્યુટને ચલાવવા માટેની કોઈ ચોક્કસ પોલીસી કે નિયમો બનાવવાનો આદેશ કે માર્ગદર્શન આપે એવી માંગ કરી છે.

અરજીમાં શું ઉલ્લેખ કરેલ છે?

જાહેરહિતની અરજીમાં તાજેતરમાં સુરતમાં બનેલી ઘટનાનો ઉલ્લેખ કરતા વકીલે જણાવ્યુ છે કે, ટ્યુશન/કોચિંગ ક્લાસિસ ખુબ જ ચિંતાજનક રીતે વધી રહ્યા છે જેમાં મકાનના કાયદાઓ કે સેફ્ટીના કાયદાઓ કે સાવસેતીના પગલાઓ લેવામાં નથી આવતા તેમજ સરકારનો પ્રાઈવેટ ક્લાસિસ ઉપર કોઈ કંટ્રોલ ન હોવાના કારણે આ ક્લાસિસો વિદ્યાર્થીઓના મુળભુત અધિકારોનો ભંગ કરતો એક નફાકારક ધંધો બની રહ્યો છે. વિશેષમાં “ગ્લોબલ ઈન્ડસ્ટ્રી એનાલીસ્ટ” દ્વારા કરવામાં આવેલા સર્વેનો ઉલ્લેખ કરતા અરજીમાં જણાવ્યુ છે કે, આખી દુનિયામાં ૨૦૧૯માં પ્રાઈવેટ ટ્યુશનનો ધંધો ૧ અબજ ૨૦૦ કરોડ ૮૦ લાખનો વેપાર છે. જેમા ભારત વિશ્વના ટોપ ૧૫ દેશોની યાદીમાં સમાવિષ્ટ છે.

અરજીમાં શું માંગણી કરવામાં આવેલ છે?

કોચિંગ ક્લાસિસમાં અલગ અલગ કોર્સિસ પ્રમાણે અલગ અલગ ફિ નક્કી કરવામાં આવે

કોચિંગ ક્લાસના શિક્ષકોની શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવે

દરેક વિદ્યાર્થી દિઠ ક્લાસિસમાં ફરજીયાત એક વર્ગ મિટર જગ્યા ફરજીયાત હોવી જોઈયે

દરેક વિદ્યાર્થી દિઠ પુરતી બેન્ચ, હવા અન્ય જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોવુ જોઈયે

પુરતી વિજળીની વ્યવસ્થા હોવી જોઈયે

પીવાના પાણી અને ટોયલેટની વ્યવસ્થા હોવી જોઈયે

ફાયર એક્સ્ટીન્ગ્યુશ્યર અને પ્રાથમિક સારવારની વ્યવસ્થા હોવી જોઈયે

સાયકલ કે મોટરસાયકલ પાર્ક કરવાની પુરતી વ્યવસ્થા હોવી જોઈયે

દરેક કોચિંગ ક્લાસમાં વિદ્યાર્થી, ક્લાસરૂમ અને શિક્ષકોનો રેશિયો નક્કી કરવામાં આવે

તેમજ દરેક પ્રકારના કોચિંગ કે ટ્યુશન ક્લાસિસ ઉપર દેખરેખ અને નિયમન રાખવા સરકાર દ્વારા એક મોનિટર કમિટી બનાવવામાં આવે.

આ સિવાય અરજીમાં રજીઆત કરવાવામાં આવી છે કે ટ્યુશન ક્લાસિસ સિવાય, સરકારી કે પ્રાઈવેટ નોકરીના કોચિંગ ક્લાસ બિલાડીની ટોપની જેમ ફુટી નિકળ્યા છે જેમા પુરતી પ્રાથમિક સુવિધા હોતી નથી, તેમજ તોતિંગ ફિ વસુલવામાં આવે છે, ક્વોલિફાઈડ શિક્ષકો હોતા નથી, તેમજ વિદ્યાર્થીઓની સફળતા કે રીઝલ્ટને ખોટી રીતે અર્થઘટન કરવામાં આવે છે તેમજ ભ્રામક પ્રચાર કરવામાં આવે છે. વગેરે બાબતોના ઉલ્લેખ સાથે અરજદારે કોર્ટને માર્ગદર્શન આપવા કે હુકમ કરવા માટે જાહેરહિતની અરજી કરેલ છે, જોઈએ હવે આગળના દિવસોમાં કોર્ટ શુ નિર્ણય કરે છે.

કોઈપણ વ્યક્તિ /વેબસાઈટ/ફેસબુક યુઝરે અમારી લેખિત મંજુરી વગર આ આર્ટિકલ કોપી કરવો નહી તેમજ ક્રેડીટ આપીને પણ પોતાના પેજ કે વેબસાઈટ ઉપર પબ્લિશ કરવો નહી. લેખિત મંજુરી વગર કોપી કરનાર સામે ફરીયાદ થઈ શકે છે.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Bole Gujarat