દરેક ટોલનાકા ઉપર ટોલનો અલગ અલગ ભાવ કઈ રીતે નક્કી થાય? આ રહી ટોલનાકાની કાયદાકીય જાણકારી.

આપણે તમામ લોકો હાઈવે ઉપર મુસાફરી કરેલી જ છે. હાઈવે ઉપર વિવિધ ટોલનાકા વિશે પણ આપણે જાણીયે છીયે અને અવારનવાર ટોલ પણ ભર્યો જ હશે પરંતુ આપણે ટોલનો ભાવ કઈ રીતે નક્કી થાય એના વિશે જાણતા નથી એટલે ઘણી વાર ટોલ એજન્સીઓ આપણને છેતરીને વધુ ટોલ પણ ઉઘરાવે છે. આજે આપણે જાણવાનું છે કે દરેક હાઈવે પર અલગ અલગ ટોલ કઈ રીતે નક્કી થાય.

ટોલરોડ અને ટોલપ્લાઝા વિશે જાણકારી

ભારત દેશના તમામ નેશનલ હાઈવેની દેખરેખ, ડેવલપમેન્ટ, મેઈન્ટેનન્સ અને મેનેજમેન્ટ એનએચએઆઈ (નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડીયા) ના કાર્યક્ષેત્ર નીચે આવે છે. ભારત દેશના કોઈપણ નેશનલ હાઈવે આ NHAI દ્વારા ત્રણ પ્રકારે બનાવવામાં આવે છે. જેમા ૧) ઈ.પી.સી ૨) બી.ઓ.ટી ૩) પી.પી.પી ધોરણે રોડ બનાવી તેના ઉપર ટોલ પ્લાઝા ઉભા કરવામાં આવે છે અને સરકાર દ્વારા ટોલના દર નક્કી કરવામાં આવે છે.

E.P.C (Engineering, Procurement & Construction) : એટલે ખાનગી ઈજારાદાર કંપની દ્વારા રોડ બનાવવા માટેનું ટેન્ડર ભરવામાં આવે અને સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી સમય મર્યાદામાં રોડનુ કામ પુર્ણ કરવામાં આવે. આ પ્રકારમાં રોડના બાંધકામ માટેનો ખર્ચ સરકાર દ્વારા પુરો પાડવામાં આવે છે.

BOT (Build, Operate, Transfer) : એટલે ખાનગી કંપની સરકારની જરૂરીયાત મુજબ રોડ બનાવી આપે, તેનુ મેઈન્ટેનન્સ કરે અને રોડની દેખભાળ કરે બદલામાં સરકાર પાસે ડાયરેક્ટ પૈસા મેળવે અથવા ટોલનાકા ઉભા કરી જાતે જ પૈસા વસૂલ કરે. ભારતમાં બી.ઓ.ટી પ્રકારના હાઈવેની સંખ્યા વધુ પ્રમાણમાં છે.

PPP (Public-Private Partnership) : એટલે સરકાર અને પ્રાઈવેટ કંપની બંન્ને મળીને જરૂરીયાત મુજબના રોડ બનાવે. છેલ્લા ઘણા સમયથી વિકાસના કામો કરવા માટે આ પદ્ધતિ પણ ખુબ જ પ્રચલિત બની છે. આ પ્રકારમાં કામ કરનાર ખાનગી કંપનીને સરકાર દ્વારા ટેક્સમાં, વિજળીમાં, મશીનરી વસાવવામાં વગેરે જગ્યાએ રાહત આપવામાં આવે છે.

ટોલટેક્સ વિશે જાણકારી

આપણે જેને ટોલટેક્સ કહીયે છીયે તે કાયદેસર ભાષામાં ટોલ-ફિ છે. આપણે ગ્રાહક તરીકે રોડનો ઉપયોગ કરીયે છીયે તેના બદલામાં ફિ ચુકવીયે છીયે આમ ટોલ ટેક્સ નથી પણ યુઝર ફિ છે. ટોલનાકા ઉપર ટોલ ફિ વસુલવા માટે “National Highways Fee (Determination of Rates and Collection) Rules, 2008” નામનો એક કાયદો બનેલો છે. આ કાયદા મુજબ કેટલી ફિ વસુલ કરવી અને કેવી રીતે વસુલાત કરવી તેના નિયમો બનેલ છે. ટોલ-ફિ ના દર સરકાર દ્વારા વર્ષો-વર્ષ બદલવામાં આવતા હોય છે. આ કાયદા મુજબ ટોલની રકમ વાહનના પ્રકાર આધારે નક્કી કરવામાં આવે છે. ટોલ ફિ ના રેટ વ્હોલસેલ પ્રાઈઝ ઈન્ડેક્ષ આધારે નક્કી કરવામાં આવે છે જેમા કોઈ એક જ રાજ્યના બે એકસરખા રોડની ફિ અલગ અલગ પણ હોઈ શકે છે. કાયદા મુજબ ટોલના નક્કી કરેલા પ્રત્યેક કિલોમીટર દિઠ ભાવ આ મુજબ છે.

ત્યારબાદ નક્કી કરેલી ટોલ ફિ ને દર વર્ષે રિવાઈઝ કરવા માટે આ નીચેનુ સુત્ર વાપરવામાં આવે છે.

દરેક ટોલપ્લાઝા પર આટલી માહિતી હોવી જરૂરી છે.

  • સરકાર દ્વારા ટોલ ઉઘરાવવા માટે મંજુરી આપતુ સરકારી ગેઝેટ નોટીફિકેશન
  • ટોલના દરમાં સરકારે કરેલ લેટેસ્ટ રિવિઝનની માહિતી
  • ટોલ હાઈવેની ટોટલ લંબાઈ કિલોમીટરમાં
  • વર્તમાન ટોલ દર અને ક્યારથી લાગુ પડેલ તેની વિગત
  • જો કોઈ કન્સેશન આપવામાં આવતુ હોય તો તેની વિગત
  • ટોલ પ્લાઝાની નજીકમાં શુ શુ સુવિધાઓ ઉપલબ્ધ છે તેની વિગત
  • ટોલ ફિ ભરવા માથી સરકારે માફી આપેલ વાહનોની વિગત
  • માસિક ઈન્સ્પેક્શન રિપોર્ટની વિગત
  • આ સિવાય અન્ય માહિતી જેવી કે હેલ્પલાઈન નંબર, પોલીસ સ્ટેશન નંબર, પ્રોજેક્ટ ડિરેક્ટરનો સંપર્ક નંબર, નજીકના દવાખાના તથા હાઈવે દેખરેખ કરતી કંપનીની વિગત.

એસએમએસ દ્વારા ટોલ પ્લાઝાની માહિતી કેવી રીતે મેળવવી

  • જો તમે દેશના કોઈપણ ટોલ પ્લાઝા વિશે કે ટોલ રેટ વિશે જાણવા માંગતા હોય તો તમારા મોબાઈલમાંથી 56070 નંબર પર નીચે મુજબ મેસેજ કરીને જાણકારી મેળવી શકો છો.
  • કોઈપણ રાજ્યના કોઈપણ નેશનલ હાઈવે અને તેના પરના ટોલપ્લાઝા આઈડી વિશે જાણકારી મેળવવા માટે TIS  રાજ્યનો કોડ NH No. એસએમએસ કરવાથી માહિતી મળી શકશે. રાજ્યનો કોડ એટલે ગુજરાત માટે GJ, મહારાષ્ટ્ર માટે MH, મધ્યપ્રદેશ માટે MP એવી રીતે
  • કોઈપણ ટોલપ્લાઝાના ટોલ રેટ વિશે જાણકારી મેળવવા માટે TIS ટોલ પ્લાઝા આઈડી મેસેજ કરવાથી તમને ટોલ રેટનો મેસેજ મળી શકશે.

ટોલ પ્લાઝા અંગેની ફરીયાદ ક્યા કરવી

  1. કોઈપણ ટોલપ્લાઝા અંગે જો ફરીયાદ હોય તો નેશનલ હાઈવે ઓથોરીટીના ઈમેલ કરી શકાય છે.
  2. નેશનલ હાઈવે ઓથોરીટી ટોલ ફ્રિ નં. ૧૮૦૦ – ૧૧૬૦ – ૬૨ ઉપર ફોન પણ કરી શકાય છે.
  3. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે ટોલપ્લાઝા ઉપર કોઈપણ પ્રકારના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડનાર વ્યક્તિને નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા ૨૫,૦૦૦ નું ઈનામ પણ આપવામાં આવે છે.

 

 

કોઈપણ વ્યક્તિ /વેબસાઈટ/ફેસબુક યુઝરે અમારી લેખિત મંજુરી વગર આ આર્ટિકલ કોપી કરવો નહી તેમજ ક્રેડીટ આપીને પણ પોતાના પેજ કે વેબસાઈટ ઉપર પબ્લિશ કરવો નહી. લેખિત મંજુરી વગર કોપી કરનાર સામે ફરીયાદ થઈ શકે છે.

2 COMMENTS

  1. i have few questions like
    1) if i dont want to use tall road for certain KMs. eg Baroda- A’bad. which route i should take?
    2) if normal road is not available to any route and i dont want to go for speed route i then what?

    • Very Intellectual Questions Brother.

      We don’t have answer of this questions at precent but will publish article regarding such in near future.

      Keep Sharing Useful Info.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Bole Gujarat