સંવિધાન સંશોધન : ભારતના બંધારણમાં કોઈ સુધારો, વધારો કે ફેરફાર કરવા માટે કાયદાકીય પદ્ધતિ વિશે જાણકારી.

આપણે સૌ જાણીયે છીયે કે દુનિયાના તમામ બંધારણમાં ભારતનું બંધારણ સૌથી મોટુ લેખિત સ્વરૂપનુ બંધારણ હોવાનું ગર્વ આપણને પ્રાપ્ત થયેલ છે. આપણા બંધારણમાં અસંખ્ય અધિકારો આપવામાં આવ્યા છે. બંધારણને સરળ ભાષામાં લોકો સુધી પહોંચાડવાના ભાગ રૂપે www.bolegujarat.in ના માધ્યમથી બંધારણના ૧૦૦ સુધારાઓની માહિતી આપવાની સિરિઝ ચાલુ કરવામાં આવી છે જેમા પ્રથમ ભાગમાં બંધારણના સુધારા કઈ રીતે કરવામાં આવે તેના વિશે આપણે માહિતી મેળવીશુ.

બંધારણમાં સુધારો કરવાની કાયદેસરની જોગવાઈ શું છે?

આપણું બંધારણ જડ નથી પણ સ્થિતિસ્થાપક છે એનું ઉદાહરણ છે કે, બદલાતા સમય, ટેકનોલોજી અને ભૌગોલિક પરિવર્તનો કે સમય, સંજોગ, નાગરિકોની જરૂરીયાતો અને સમાજની સુખાકારીના સંદર્ભને ધ્યાનમાં રાખીને ભારતના બંધારણને બદલી શકાય છે. બંધારણને બદલવા માટે બંધારના ભાગ-૧૦ ની કલમ – ૩૬૮ માં જણાવ્યા મુજબ દેશની સંસદ (લોકસભા/રાજ્યસભા) બિલ રજુ કરીને બંધારણમાં ફેરફાર કરી શકે છે.

કલમ ૩૬૮ થી ભારતની સંસદને મળેલી સત્તા દ્વારા સંસદ

  • બંધારણની કોઈ કલમ/ભાગ રદ્દ કરી શકે છે.
  • બંધારણમાં કોઈ નવી કલમ/ભાગ ઉમેરી શકે છે.
  • કોઈ કલમ / ભાગની મુળ જોગવાઈમાં સુધારા વધારા કે ફેરફાર કરી શકે છે.

બંધારણ સુધારવાની પદ્ધતિઓ

બંધારણના ભાગ -૧૦ ની કલમ – ૩૬૮ માં જણાવ્યા પ્રમાણે બંધારણને સુધારવા માટે મુખ્યત્વે ત્રણ પ્રકારની અલગ અલગ જોગવાઈઓ કરવામાં આવી છે જેમા,

૧) સાદી બહુમતીથી સુધારો : આ પદ્ધતિ મુજબ બંધારણની અમુક બાબતોમાં સંસદના બંન્ને ગૃહમાં સાદી બહુમતિથી બિલ પાસ કરીને સંવિધાનને સુધારી શકાય છે. સાદી બહુમતી એટલે કે સંસદની અંદર સત્ર દરમ્યાન જેટલા સાંસદો હાજર હોય તેમાથી બહુમતી. ઉ.દા. ધારો કે સંસદમાં ૪૪૫ સભ્યો હોય પણ ગૃહમાં ખાલી ૨૫૦ જ હાર હોય તો ૨૫૦ માંથી વધુ સભ્યો જે તરફ મતદાન કરે તે બહુમતી. સાદી બહુમતીથી સંવિધાન સુધારવાની બાબતોમાં નાગરિકત્વને લગતી બાબતો, લોકસભાનો સમયગાળો વધારવો-ઘટાડવો, સાંસદોના પગાર વધારા, નવુ રાજ્ય બનાવવુ, કોઈ રાજ્યનું નામ બદલવુ, કોઈપણ રાજ્યમાં વિધાનપરિષદની રચના કરવી અથવા વિધાનપરિષદ રદ્દ કરવી, મતદાન કરવાની ઉંમર અંગે, કેન્દ્રના વિષય ઉપર કોઈ કાયદો બનાવવો કે ભારતની રાષ્ટ્રીય ભાષા નક્કી કરવી વગેરે તમામ બાબતો ઉપર સંસદમાં સાદી બહુમતીથી બંધારણ સુધારી શકાય.

૨) વિશેષ (સ્પેશિયલ) બહુમતીથી : આ પદ્ધતિમાં સંસદના કુલ સભ્યોમાંથી પચાસ ટકા સભ્યોની હાજરી અને ૨/૩ સભ્યો ઉપસ્થિત રહીને મતદાન કરે તેવી બહુમતી દ્વારા બિલ પાસ કરવાની જરૂર રહે છે. દા.ત સંસદમાં કુલ ૫૪૫ સભ્યો હોય તો તેના પચાસ ટકા સભ્યો હાજર હોવા જોઇયે અને તેના ૨/૩ સભ્યોની હાજરી ફરજીયાત બને છે અને આ સભ્યોમાંથી બહુમતી પસંદ કરવાની હોય છે. આ પદ્ધતિ બંધારણ સુધારવાની સૌથી પ્રચલિત પદ્ધતિ છે જેમાં આ બાબતમાં રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો, નાગરિકોના મુળભુત અધિકારો, અને રાજ્યને લગતી નિતીઓ બનાવવાની બાબતમાં સ્પેશિયલ બહુમતીની જરૂર પડે છે.

3) સ્પેશિયલ બહુમતિ તેમજ અડધા રાજ્યોની વિધાનસભાની સહમતિ : આ પ્રકારની બહુમતિમાં બંન્ને ગૃહમાં વિશેષ બહુમતીથી કાયદો પસાર કરવો પડે છે તેમજ ભારતના અડધા રાજ્યોની વિધાનસભા દ્વારા પણ કાયદો પસાર કરવામાં આવે તો બંધારણીય સુધારો માન્ય થાય છે. આ પ્રકારના સુધારામાં રાષ્ટ્રપતિની ચુંટણીને લગતી બાબતો, રાજ્ય અને કેન્દ્ર વચ્ચે સત્તાની વહેંચણીની બાબત, સુપ્રિમકોર્ટને લગતી કોઈ બાબત, કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કાયદાઓ બનાવવાની સત્તા ફાળવણી બાબત, કોઈ રાજ્યનું લોકસભા પ્રતિનિધિત્વ વધારવા કે ઘટાડવા, બંધારણની સાતમી અનુસુચિમાં ફેરફાર કરવા, વગેરે જેવી બાબતોમાં બંધારણ સુધારવા માટે સ્પેશિયલ બહુમતિ તેમજ અડધા રાજ્યોની વિધાનસભાની સહમતિની જરૂર પડે છે.

કોઈપણ બંધાણીય સુધારા માટે

  • લોકસભા અને રાજ્યસભામાં વારાફરતી ખરડો પસાર કરવો પડે છે.
  • બંધારણમાં સુધારો કરવાનો ખરડો સરકાર મંત્રી દ્વારા સરકારી ખરડા તરીકે અથવા અન્ય સદસ્યો દ્વારા ખાનગી ખરડા તરીકે રજુ કરી શકાય છે.
  • સંસદના બંન્ને ગૃહો દ્વારા સંવિધાન સંશોધન બિલ અલગ અલગ રીતે પસાર કરવુ જરૂરી છે.
  • જો બંન્નેમાંથી એક પણ ગૃહ દ્વારા સંશોધન બિલને નકારાવામાં આવે તો બંન્ને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાનો કોઈ કાયદો નથી.
  • સાદી બહુમતી, વિશિષ્ટ બહુમતિ કે અડધા રાજ્યોની બહુમતીથી પસાર કરવામાં આવેલા બંધારણીય સુધારાને રાષ્ટ્રપતિ મંજુર કરી પછી જ કાયદો બને છે.
  • બંને ગૃહોએ મંજુર કરીને રાષ્ટ્રપતિ પાસે મોકલેલ બિલને રાષ્ટ્રપતિ નામંજુર કરી શકે નહી કે ફેરવિચારણા માતે પાછુ મોકલી શકે નહી.

આગળના લેખમાં તમે વાંચી શકશો બંધારણાના પહેલા સુધારા વિશે. પહેલો સુધારો ક્યારે થયો, શા માટે કરવામાં આવ્યો, બંધારણમાં શુ ફેરફાર કરવામાં આવ્યો વગેરે તમામ જાણકારી માટે લાઈક કરો bole gujarat પેજ, શેર કરો અને વાંચતા રહો.

કોઈપણ વ્યક્તિ /વેબસાઈટ/ફેસબુક યુઝરે અમારી લેખિત મંજુરી વગર આ આર્ટિકલ કોપી કરવો નહી તેમજ ક્રેડીટ આપીને પણ પોતાના પેજ કે વેબસાઈટ ઉપર પબ્લિશ કરવો નહી. લેખિત મંજુરી વગર કોપી કરનાર સામે ફરીયાદ થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Bole Gujarat